ગુજરાતમાં અમિત શાહે કરોડોના પ્રોજેક્ટ્સ લોન્ચ કર્યા, ત્રિરંગા યાત્રામાં ભાગ લીધો
ગુજરાતમાં અમિત શાહે કરોડોના પ્રોજેક્ટ્સ લોન્ચ કર્યા, ત્રિરંગા યાત્રામાં ભાગ લીધો
Blog Article
ગુજરાતની બે દિવસની મુલાકાતે આવેલા કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે રવિવારે મહેસાણા જિલ્લામાં નવી નર્સિંગ કોલેજ સહિત રાજ્યમાં કરોડો રૂપિયાના પ્રોજેક્ટ્સ લોન્ચ કર્યાં હતાં. તેમણે ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશન (GMC) હેઠળના વાવોલ અને પેથાપુર વિસ્તારમાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો તેમજ સેક્ટર 21 અને 22ને જોડતા અંડર-પાસનું ઉદ્ઘાટન કર્યું હતું.